કૈંક ગમે એવી વાત કરને.
શબ્દો રમે એવી વાત કરને.
સંબંધોનાં સમીકરણો છોડ,
વેદના શમે એવી વાત કરને.
આપણું બની જાય સઘળું,
મારું તારું ટળે એવી વાત કરને.
ખૂબ થાક્યા શોધી શોધીને,
ઉંબરે જ મળે એવી વાત કરને.
મોલભાવ તો વધ્યા માનવતાના,
સૌને પરવડે એવી વાત કરને.
ચૈતન્ય જોષી "દીપક" પોરબંદર.