આંખમાં અમીને વાણીમાં તો આવકાર છે.
આવો અતિથિ આંગણે સૌનો સત્કાર છે.
ધનઘડી ધનભાગ અમારા તમારાં આગમને,
ઊભરાય હૈયું હેતથી હરખ તો પારાવાર છે.
સફળ ગણીએ દિવસ છે દિ' આવો તમે,
નથી કોઈ આમદિન અમારે તો તહેવાર છે.
માનવ રૂપે પધાર્યા સાક્ષાત તમે દેવ સમા,
માન્યું કે તવાગમને ભાગ્યનો શણગાર છે.
બેસો, જમોને માણો મહેમાનગતિ અમારી,
ચોસઠ ખીલ્યાં ગાત્રો આનંદ ઉરે અપાર છે.
_ ચૈતન્ય જોષી "દીપક" પોરબંદર.