રહેવા જવાનું છે મારે પ્રેમનાં નગરમાં.
રહેવા જવાનું છે મારે હેતના નગરમાં.
મળી જાય કોઈ આપ્તજન રસ્તામાં,
રહેવા જવાનું છે મારે નેહના નગરમાં.
અંધશ્રદ્ધાની આંટીઘૂંટીને અલવિદા છે,
રહેવા જવાનું છે મારે સ્નેહના નગરમાં.
મળે ચહેરા હસતાને વસતા મનમંદિરે,
રહેવા જવાનું છે મારે આ દેશનાં નગરમાં.
નિજાનંદ હોય જેનામાં હરપળ દેખાતો,
રહેવા જવાનું છે મારે પરમેશના નગરમાં.
-ચૈતન્ય જોષી " દીપક," પોરબંદર.