*ના કોઈ ઘરે આવ્યું*
ને ના કોઇને મળવા ગયા;
ટેબલ પર કાજૂ-બદામ ને પીસ્તા,
જેમના તેમ જ પડ્યાં રહ્યા...
*એ જ ટેબલક્લોથ છે*
ને હવે ના ચાદરો બદલાય છે;
આમ પણ પહેલાંની માફક,
ક્યાં હવે કશું યે થાય છે ? ...
*ઘૂઘરા, મઠિયા ને મોહનથાળ*
ના કોઇ હવે ખાય છે;
બસ, થોડી સુગર ફ્રી મીઠાઇ,
ડીશમાં પીરસાય છે. ...
*બારણે પ્લાસ્ટિકના તોરણ*
ને સ્ટીકરમાં લાભશુભ;
લક્ષ્મી પગલાં ઉંબરે,
ક્યાં કંકુથી હવે દોરાય છે ?...
એ નવા કપડાની જોડી ,
ને બૂટ પર પાલીશ કરી;
બોણીની આશા લઇને,
ક્યાં હવે ઘર ઘર ગણાય છે? ...
તારામંડળ, ભોંય ચકરી,
કોઠી ને રોકેટ;
એ ભીંત ભડાકા ને લૂમ ટેટાની,
ક્યાં હવે રસ્તે ઠાઠથી ફોડાય છે?...
સાપની ટીકડીનો એ,
શ્વાસમાં જતો કાળો ધૂમાડો;
આજે સ્મરણોની શેરીમાં,
ચારેકોર પથરાય છે....
હા, સમયના બદલાવ સાથે,
કેટકેટલું બદલાય છે?
તો ય જાણે એવું લાગતું,
કે ભીતરે કૈંક ગૂંગળાય છે...
*Bye Bye Diwali-*
ફરી એકવાર ઉતાવળે આવી ને ચાલી ગઈ *દિવાળી*... ✨⚡
જેવી આવી એવી જ Fast Forwardમાં જતી રહી *દિવાળી*.. 😂
ચેવડા ના ડબ્બો એને ન્યાય મળે એની રાહ જોતો રહ્યો.
Sugarfree મીઠાઈનો ડબ્બો ફ્રિજનું ખાનું રોકી રહ્યો.. 😰
થીજી ગયેલા icecreamનું તો બોક્સ પણ ખુલ્યું નથી.. 🍨
જુદા જુદા ખાનાવાળા Dryfruit Boxનેહવા સિવાય કોઈ સ્પર્શયું નથી.. 😏
સાફસફાઈ દરમ્યાન બાકી રહી ગયેલા એકાદ-બે ખાના વિચારતા રહી ગયા.. 😜
મેરા નંબર કબ આયેગા..કહીને વ્યંગ કરી રહ્યા.. 😰
અકબંધ પડી રહેલી સાડીઓનો mood પણ થોડો આઉટ હતો.. 😔
Chance લાગશે મારો ક્યારેય થોડોક એનેય doubt હતો.. 🤔
ઘરના દ્વારે મુકેલું નવું પગલૂછણિયું યથાવત સ્થિતિમાં રહી ગયું..
કેટલા વ્યસ્ત સંબંધો છે પરસ્પરના એય વિચારતું થઈ ગયું.. 🤔
ફટાકડા તો આ વખતે સરનામું જ ભૂલી ગયા..
ધુમાડો સ્વાસ્થ્ય માટે જ નહીં પૉકેટ માટે પણ ખરાબ છે એ સમજાવી ગયા.. 😰
*શું આ જ હતી દિવાળી*? 😱
સોપો પડેલા ઘરમાં ખોવાઈ ગયેલી દિવાળી જો કોઈકને જડે તો સરનામું એને આપજો.
*મોબાઈલ પૂરતી જ રહેલી શુભેચ્છાઓને રૂબરૂ સ્થાન આપજો*.. 👍🏻
નાનકડી Mob screen માંથી બહાર આવી ઝળહળાટ ભરેલી દિવાળી હો...
ફરી મળે એ જ પરિવાર.. ફરીથી જીવનમાં એ જ ખુશહાલી હો..
એજ જુના મિત્રો મળે..
એવીજ ચહેરા પર લાલી હો..
*We All Missed Old Diwali Days..😘*🥳🪔🪔🪔🪔🪔💐💐