The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
🙏💯*"સમય નથી.....?*🙏 *બાર કલાકની મુસાફરી ચાર કલાક થઈ ગઈ છે,* *છતાં એક માણસ કહે છે* *સમય નથી* *બાર લોકોનો પરિવાર બે લોકો સુધી ઘટી ગયો છે, * છતાં એક માણસ કહે છે - *સમય નથી* ચાર અઠવાડિયા લાગતો સંદેશ હવે ચાર સેકન્ડમાં મળે છે, છતાં એક માણસ કહે છે - *સમય નથી* ક્યારેક દૂરના વ્યક્તિનો ચહેરો જોવામાં એક વર્ષ લાગતું હતું, આજે તે સેકન્ડમાં દેખાય છે - છતાં એક માણસ કહે છે - *સમય નથી* ઘરમાં ઉપર અને નીચે જવા માટે જે સમય અને પ્રયત્નની જરૂર પડે છે તે હવે લિફ્ટથી સેકન્ડમાં પૂર્ણ થઈ જાય છે, છતાં એક માણસ કહે છે - *સમય નથી* એક માણસ જે કલાકો સુધી બેંકની કતારમાં રાહ જોતો હતો, તે હવે સેકન્ડમાં પોતાના મોબાઇલ પર વ્યવહારો કરે છે, છતાં એક માણસ કહે છે - *સમય નથી* સ્વાસ્થ્ય તપાસ જે પહેલા અઠવાડિયા લાગતી હતી તે હવે કલાકોમાં થાય છે, છતાં એક માણસ કહે છે - *સમય નથી* જ્યારે એક હાથમાં હેન્ડલ અને બીજા હાથમાં મોબાઇલ રાખીને એક્ટિવા ચલાવીએ છીએ, કારણ કે તેને રોકાઈને વાત કરવી પડે છે *સમય નથી* જ્યારે ટ્રાફિક જામ હોય છે, ત્યારે આપણે બે લેન ક્રોસ કરીએ છીએ અને ત્રીજો લેન બનાવીએ છીએ, કારણ કે *સમય નથી* પુસ્તક વાંચવાનો *સમય નથી* આપણા માતાપિતાને ફોન કરવાનો *સમય નથી* પ્રકૃતિનો આનંદ માણવાનો *સમય નથી* પરંતુ – IPL માટે *સમય* છે Netflix માટે *સમય* છે Sutterfutter રીલ્સ માટે *સમય* છે રાજકારણની ચર્ચા કરવાનો *સમય છે* પરંતુ પોતાના માટે *સમય નથી* દુનિયા સરળ બની ગઈ છે, ગતિ વધી છે, ટેકનોલોજી નજીક આવી ગઈ છે, અંતર અદૃશ્ય થઈ ગયા છે, સગવડતાઓ વધી છે, તકો વધી છે... પરંતુ માણસે *સમય નથી* કહીને પોતાને દૂર કરી દીધા છે. શાંતિથી બેસીને પોતાની જાત સાથે વાત કરવા માટે, પોતાને સમજવા માટે, અથવા ફક્ત થોડી ક્ષણો માટે હસવા માટે... *ત્યાં પણ સમય નથી* અને પછી એક દિવસ સમય પસાર થઈ જાય છે. છેલ્લી ક્ષણે, આપણને ખ્યાલ આવે છે - *સમય હતો...* પણ આપણી પાસે *સમય નથી* એમ કહીને, હું જીવવાનું ભૂલી ગયો. તો આજે જ નક્કી કરો - થોડો સમય પોતાના માટે અનામત રાખો, સંબંધો માટે થોડો સમય આપો, થોડો સમય સંત્સંગ, ભજન, ભકિત માટે આપો. સારા મિત્રોનો સંગ રાખો. કારણ કે *કોઈ સમય* સાચો નથી. *તે ફક્ત એક આદત બની ગઈ છે ,* અને.... *તેને બદલવાની જરૂર છે…..* ☝️☝️😌😌👍👍
*ના કોઈ ઘરે આવ્યું* ને ના કોઇને મળવા ગયા; ટેબલ પર કાજૂ-બદામ ને પીસ્તા, જેમના તેમ જ પડ્યાં રહ્યા... *એ જ ટેબલક્લોથ છે* ને હવે ના ચાદરો બદલાય છે; આમ પણ પહેલાંની માફક, ક્યાં હવે કશું યે થાય છે ? ... *ઘૂઘરા, મઠિયા ને મોહનથાળ* ના કોઇ હવે ખાય છે; બસ, થોડી સુગર ફ્રી મીઠાઇ, ડીશમાં પીરસાય છે. ... *બારણે પ્લાસ્ટિકના તોરણ* ને સ્ટીકરમાં લાભશુભ; લક્ષ્મી પગલાં ઉંબરે, ક્યાં કંકુથી હવે દોરાય છે ?... એ નવા કપડાની જોડી , ને બૂટ પર પાલીશ કરી; બોણીની આશા લઇને, ક્યાં હવે ઘર ઘર ગણાય છે? ... તારામંડળ, ભોંય ચકરી, કોઠી ને રોકેટ; એ ભીંત ભડાકા ને લૂમ ટેટાની, ક્યાં હવે રસ્તે ઠાઠથી ફોડાય છે?... સાપની ટીકડીનો એ, શ્વાસમાં જતો કાળો ધૂમાડો; આજે સ્મરણોની શેરીમાં, ચારેકોર પથરાય છે.... હા, સમયના બદલાવ સાથે, કેટકેટલું બદલાય છે? તો ય જાણે એવું લાગતું, કે ભીતરે કૈંક ગૂંગળાય છે... *Bye Bye Diwali-* ફરી એકવાર ઉતાવળે આવી ને ચાલી ગઈ *દિવાળી*... ✨⚡ જેવી આવી એવી જ Fast Forwardમાં જતી રહી *દિવાળી*.. 😂 ચેવડા ના ડબ્બો એને ન્યાય મળે એની રાહ જોતો રહ્યો. Sugarfree મીઠાઈનો ડબ્બો ફ્રિજનું ખાનું રોકી રહ્યો.. 😰 થીજી ગયેલા icecreamનું તો બોક્સ પણ ખુલ્યું નથી.. 🍨 જુદા જુદા ખાનાવાળા Dryfruit Boxનેહવા સિવાય કોઈ સ્પર્શયું નથી.. 😏 સાફસફાઈ દરમ્યાન બાકી રહી ગયેલા એકાદ-બે ખાના વિચારતા રહી ગયા.. 😜 મેરા નંબર કબ આયેગા..કહીને વ્યંગ કરી રહ્યા.. 😰 અકબંધ પડી રહેલી સાડીઓનો mood પણ થોડો આઉટ હતો.. 😔 Chance લાગશે મારો ક્યારેય થોડોક એનેય doubt હતો.. 🤔 ઘરના દ્વારે મુકેલું નવું પગલૂછણિયું યથાવત સ્થિતિમાં રહી ગયું.. કેટલા વ્યસ્ત સંબંધો છે પરસ્પરના એય વિચારતું થઈ ગયું.. 🤔 ફટાકડા તો આ વખતે સરનામું જ ભૂલી ગયા.. ધુમાડો સ્વાસ્થ્ય માટે જ નહીં પૉકેટ માટે પણ ખરાબ છે એ સમજાવી ગયા.. 😰 *શું આ જ હતી દિવાળી*? 😱 સોપો પડેલા ઘરમાં ખોવાઈ ગયેલી દિવાળી જો કોઈકને જડે તો સરનામું એને આપજો. *મોબાઈલ પૂરતી જ રહેલી શુભેચ્છાઓને રૂબરૂ સ્થાન આપજો*.. 👍🏻 નાનકડી Mob screen માંથી બહાર આવી ઝળહળાટ ભરેલી દિવાળી હો... ફરી મળે એ જ પરિવાર.. ફરીથી જીવનમાં એ જ ખુશહાલી હો.. એજ જુના મિત્રો મળે.. એવીજ ચહેરા પર લાલી હો.. *We All Missed Old Diwali Days..😘*🥳🪔🪔🪔🪔🪔💐💐
✨ દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ ✨ તમારા જીવનમાં ખુશીઓનો પ્રકાશ ચમકતો રહે, તમારા દરેક પગલા તમને સફળતા તરફ દોરી જાય, તમારું ઘર અને આંગણું ખુશી, સંપત્તિ અને પ્રેમથી ભરેલું રહે. દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપાથી તમારું જીવન હંમેશા તેજસ્વી અને આનંદમય રહે. દિવાળીની શુભકામનાઓ! 🪔🌟
🪔🪔🪔🪔🪔🙏🏻🪔🪔🪔🪔🪔 *આજ એકાદશી શરું થતું દિવાળી પર્વ આપનાં જીવનમાં ખૂબ જ ખુશીઓ લાવે...* *અગિયારથી જીવનનાં મહત્વનાં કાર્યોમાં અગ્રતા લાવે* *વાઘ બારસથી પ્રગતિનાં દ્વાર ખૂલે* *ધનતેરસથી શુદ્ધ ધન પ્રાપ્ત થાય* *કાળીચૌદશથી જીવનમાં કલહ દૂર થાય* *દિવાળીથી દિલમાં❤️ માનવતાનો દીપ પ્રગટે* *નૂતનવર્ષથી જીવન નવપલ્લવિત થાય* *ભાઈબીજથી ભાઈ-બહેનની પ્રિતિ વધે* *ત્રીજથી ત્રેવડ વધે, ચોથથી ચતુરાઈ વધે,* *લાભપાંચમથી પાંચ પરમેશ્વરની કૃપા વરસે* *જેનાથી આખું વર્ષ સુખ, શાંતિ, સમૃદ્ધિ, સહકાર અને સુયોગ સભર નિવડે તે માટે પ્રભુ પ્રાર્થના સહ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું* *🌻🏃♂️🌞શુભ સવાર🌞🏃♂️🌻*
*આજ થી શરૂ થતા માં દુર્ગા ના નવલાં નોરતા તમને બળ, બુદ્ઘિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ઘિ પ્રદાન કરે નવરાત્રી ઉત્સવ ની જેમ આપનુંજીવન સુખોથી છલકી જાય મા દુર્ગા સૌનું ભલું કરે લાલ રંગથી શણગારેલો માતાનો દરબાર, નાના નાના પગલાંથી તમારે દ્વાર આવે આસમાની રંગની માની ચૂંદડી લહેરાય , મા દુર્ગા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે.તમારા જીવનમાં ક્યારેય કોઈ અવરોધનો સામનો ન કરવો પડે અને તમારું દરેક પગલું સફળતા તરફ દોરી જાય એવી મા ભગવતીને પ્રાર્થના . મારા અને મારા પરિવાર તરફથી તમને તથા તમારા પૂરા પરિવારને નવરાત્રી ની શુભકામના🙏🏻🌸* *🙏જય અંબે 🙏* *નવરાત્રી ની શુભેચ્છાઓ👏*
જય શ્રી રામ🙏🙏🙏
श्री कृष्ण कहते है कि रात जितनी काली होती है तारे उतने ही चमकीले होते है ओर दु:ख जीतना गहरा होता है इतना ईश्वर करीब होता है इसलिए हर रात के बाद सवेरा होता है और हर बुरी परिस्थितियों के बाद अच्छा समय निशचित है! -Arvind Wagh
#Ganga
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser