🙏🙏અરે દિલ ને પણ પીડા થાય છે.
તને ખબર ક્યારે થાય છે??
કહું ક્યારે થાય છે.
એક જ છત નીચે બે અલગ વિચારો સાથે રહેતા હોય.
સાથે રહેતા હોય પણ સાથે ના રહેતા હોય.
ત્યારે હૈયે ખુબજ પીડા થાય છે.
દશ્ય નહીં પરંતુ અદશ્ય અસહ્ય વેદના, નિસાસા અને તડપ.
થોડી સમજણશક્તિ નો ફેર પડે.
બસ ઘણું જ સાથે રહીને અલગ કરી દેતા હોય છે.
એક અદશ્ય ખાડીનું સર્જન જેમાં લાગણીઓ ધીમે ધીમે પડીને મૃત્યુ પામી રહી હોય છે.
બસ સમજું માણસના ભાગે જ વેદના વધારે આવી જતી હોય છે.🦚🦚