હું જ બેબાકળો બની રહેતો હોવ છું,
ધબકાર ફક્ત મારો છે કહેતો હોવ છું.
નથી ચિંતા મારી, ના મારી લાગણીની,
વ્હાલપ વરસાવી તોય કહેતો હોવ છું.
જિંદગી અલગ હશે કે હશે અલગ રીત,
પ્રીત કરી છે પ્રિયતમાને કહેતો હોવ છું.
મશગુલ છે એ એનામાં ને હું એકાંતમાં,
ટીંપુ પડે તોય મસ્ત છું કહેતો હોવ છું.
-ધબકાર...