Gujarati Quote in Poem by Mahek

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને તું જોઈએ છે.....

તને મારા પ્રેમનો અહેસાસ છે કે નથી હું નથી જાણતો, પણ વર્ષો સુધી મેં રાહ જોઈ છે તારા પ્રેમ માટે કે એક વાર તું પણ મને એ જ પ્રેમ ભરી નજરથી જોઈશ,આ વિશ્વાસ સાથે જીવ્યો છું હું, કેમ કે મને તું જોઈએ છે......

ખબર છે તું મને એટલો પ્રેમ નહીં કરી શકે જેટલો હું તને કરું છું પણ બંને વતીનો પ્રેમ હું કરી લઈશ
કેમ કે મને તું જોઈએ છે....

તારી આંખમાં આવતા આંસુ મને બહુ તકલીફ આપે છે, તું રડયા ના કર, તું કેમ નથી સમજતી મને નથી ગમતું, તારાએ આંસુ લૂછવાનો હક મને આપી દે, બસ મને તું જોઈએ છે.....

નથી કહેતો હું તને કે તું મને મળવા આવ, નથી કહેતો હું તને કે તું મારી પાસે રહે, બસ મન અને આત્માથી તારો સાથ આપી દે,
કેમકે મને બસ તું જોઈએ છે.....

જાણું છું શક્ય નથી આ જન્મમાં તને પામવી, એટલે આવનારા દરેક જન્મો હું તારા નામે કરી અને આ દુનિયામાં તારી સાથે જીવવા માટે તારા સપના પૂરા કરવા માટે આવવા માગું છું...બસ એટલો હક આપી દે,
કેમકે, મને બસ તું જોઈએ છે,
મને તું જોઈએ છે

- મહેંક🥀

Gujarati Poem by Mahek : 111999455
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now