વિષય : થોડું મન મૂકી રડી લેજે.
ઉદાસીના વાદળો જો તને ગેરી લે,
તો થોડું મન મૂકી રડી લેજે,
હું તો બહુજ સબળ એ વાત જરા ભૂલી ને,
લાગણી ને ખમી લેજે,
સમુદ્ર માં પણ આવે છે ભરતી,
એટલે પાણી ની અતિ થઈ જાય છે,
તો જો આંખો થાય થોડી ભીની,
તો મન મૂકી રડી લેજે.
આ વાદળો તો જો ક્યારેક કરી દે છે ને વાવાઝોડું,
જો આ વાવાઝોડું તારા જીવન માં ના જોવે તને,
તો આ તોફાન ને શાંત કરવા
થોડું મન મૂકી રડી લેજે.
સતત ના પજવતો પોતાની જાત ને કે,
અગર આંસુ આવ્યા મારા આંખ થી તો
કોઈ શું કેશે મને,
તારા મન ની શાંતિ માટે, હા તારા મન ની શાંતિ માટે,
થોડું મન મૂકી રડી લેજે.