ક્યારેક ક્યારેક લાગે છે કે હું બસ એક અધૂરી કહાની નો ભાગ છું
જેને લોકો પોતાની જરૂરીયાત મુજબ જોડે છે અને સમય જતા ભૂલી જાય છે.
હું ઘણા લોકોના જીવનમાં આવ્યો ૫ણ ક્યારેય કોઈની કહાનીમાં અંત સુધી ન રહી શક્યો ન તો કોઈની પ્રાર્થનાઓ માં સ્થાન મળ્યું
પણ જ્યારે હું કોઈની જિંદગીમાં આવ્યો ત્યારે સાચું કવ એ સબંધ મેં પૂરા દિલથી નિભાવ્યો
હસતા ચહેરા પાછળ મારી મનની શાંતિનું બલિદાન આપ્યું દરેક સંબંધને એ આશામાં જાળવી રાખ્યો કે કદાચ આ વખતે હું છેલ્લે સુધી રહી શકું
પણ ભાગ્યને આ પણ મંજૂર નહોતું હવે મને સમજાયું, હું ફક્ત એક ક્ષણ છું, વાર્તા નથી.
પણ હા, એક વાત ચોક્કસ છે કે જ્યાં સુધી હું આ સફરમાં છું ત્યાં સુધી રહી હું દરેક ક્ષણ એવી રીતે જીવીશ કે જતી વખતે પણ કોઈ કહે,
હા, એક છોકરો આવ્યો હતો જિંદગીમાં ભલે થોડા સમય માટે, પણ હૃદયમાં કાયમ માટે રહી ગયો