ઇશપિતાની કૃપા છે તારા પર,
પરમપિતાને અત્યંત વહાલી છે તું.

સંસારના સર્વ સુખની હકદાર છે તું,
સંપૂર્ણ જીવનની શ્રદ્ધા છે તું.

સૃષ્ટિનું સુંદર નામ છે તારું,
એ અનામી નામવાળી છે તું.

અદ્વૈતનો પ્રારંભ કરનારી છે તું,
કરુણાની પ્રેરણા આપનારી છે તું.

Gujarati Poem by અવિચલ પંચાલ : 111996267

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now