લાગણીઓના વહેણમાં તણાય,
ને ધક્કો ખાય કિનારે પછડાય,
એ પહેલા પાછો વળી જા.
અરમાનોના પોટલા મનમાં બંધાય,
ને અંતે એ જ મન ડઘાય,
એ પહેલા પાછો વળી જા.
તું સુવિચાર ને હું દુર્વિચાર,
તારું પાક વ્યક્તિત્વ હણાય,
એ પહેલા પાછો વળી જા.
તું અગમ નિગમનો યોગી,
ને હું ભ્રમર સમ ભોગી,
સપનાઓ ચુર ચુર થાય,
એ પહેલા પાછો વળી જા.