આંખની ભાષાને જાણો એ મજા છે.
ભીતરી સંવાદ સાધો એ મજા છે
કોયડા ઉકલી જશે, ત્યાં વાર કેવી?
ક્યાંક ગૂંચો આપ વાળો એ મજા છે
પ્રશ્ન મનમાં કેમ આવ્યો એ ખરું કે?
ને જવાબો કેમ ખાળો એ મજા છે
ઉદ્ભવે છે કેમ જાણે પ્રશ્ન અહિયાં?
છે જવાબી યાર શાણો એ મજા છે.
શાસ્ત્રમાં જોને,લખ્યું છે એ પરોક્ષમાં,
વ્યર્થ ચર્ચામાં ફસાણો એ મજા છે.
વેદના વાંચો શકો ,એ શકય સાચ્ચે,
દર્દમાં આનંદ માણો એ મજા છે.