સૌથી લાંબો રેલમાર્ગ
વિશ્વની લોન્ગેસ્ટ ટ્રાવેલનો વિશ્વ વિક્રમ રશિયાની ટ્રાન્સ-સાઇબિરિયન ટ્રેનનો છે. ૧૮૯૧માં રશિયન
સમ્રાટ ઝાર એલેક્ઝાન્ડરે શીતાગાર જેવા સાઈબિરિયાને બાકીના રશિયા સાથે જોડવાનો પ્રોજેક્ટ હાથ ધરાવ્યો ત્યાર પછી ૧૩ વર્ષે ટ્રાન્સ-સાઇબિરિયન રેલવેનું બાંધકામ પૂરું થયું હતું. મોસ્કોથી વ્લાદિવસ્તોક સુધી ૯,૪૧૪ કિલોમીટર લાંબા પાટા બિછાવવા માટે મજૂરોએ ૩૫ કરોડ ઘન મીટર જેટલા પથરા, માટી અને ઢેફાં ઉલેચવાં પડ્યાં હતાં. પહાડોમાં સેંકડો બોગદાં કોતરવાં પડ્યાં, જેમની કુલ લંબાઇ ૩૦ કિલોમીટર હતી. આખે રસ્તે નદી-નાળાં પર બાંધવામાં આવેલાં પુલનો સ્કોર હતો ૧,૮૯૭ ! આજે ટ્રાન્સ- સાઇબિરિયન રેલવેના પાટા ઉત્તર કોરિયાના પ્યોંગયંગ સુધી લંબાવવામાં આવ્યા છે. મોસ્કોથી શરૂ થતો પ્યોંગયેંગ સુધીનો પ્રવાસ ૧૦,૨૬૭ કિલોમીટરનો છે, જેને
પૂરો કરી રહેતા ટ્રાન્સ-સાઇબિરિયન ટ્રેનને ૯ દિવસ અને
૨ કલાકનો સમય લાગે છે.
https://www.facebook.com/share/p/1CRCWx2rDx/