થોડી થાકી છું
હારી છુ , થોડી થાકી છુ.
બે પળ ક્યાક સુકુન મળી જાય.
રોજ બંધનમા જીવુ છું ,
બસ એક પળ આઝાદી મળી જાય.
બીજાની મરજીથી જીવુ છુ રોજ ,
એક પળ મારે જીવવી છે મારી માટે.
હારી છુ , થોડી થાકી છુ.
બે પળ ક્યાક સુકુન મળી જાય.
દિવસ આખો વિતે બીજાની,
ફરમાઈશ પુરી કરવામાં.....
રાત સમેટાય છે,
થાકીને રડતી આંખે નિંદરમાં જ.
એક દિન એવો મળી જાય કાશ!
ફરમાઈશ હું કરુ ને હાજર હોય,
ખુશીઓની ચાવી મારી....
એક રાત તો મળે એવી કાશ મને !
ખુશીના આસું ને નિંદર મીઠી મળે.
હારી છુ , થોડી થાકી છુ.
બે પળ ક્યાક સુકુન મળી જાય.
કપિલા પઢિયાર..