*વારંવાર વાંચવી/સાંભળવી ગમે તેવી કવિતા..🙏👌🙏!!..*
*તુ દોડતી જાય છે અને મારાથી*
*ચલાતું પણ નથી,*
*ધીમે ચાલ જિંદગી, મારાથી*
*થાકી જવાય છે...*

*ઘણા બધા સ્વપનો છે મારી*
*આંખોમાં,*
*થોડાક તેં બતાવેલા અને થોડાક*
*મેં સંઘરેલાં,*

*કેટલાક સબંધો છે મારી સાથે*
*જોડાયેલા,*
*ઘણા ઈશ્વરે આપેલા ને થોડા*
*મેં બનાવેલા...*

*જોજે જરા એ બધા મારાથી છૂટી*
*ન જાય, ધીમે ચાલ એ જિંદગી,*
*મારાથી થાકી જવાય છે.*

*કઈ કેટલીય લાગણીઓ છે*
*આ હૃદયમાં, ઘણી બધી ગમતી*
*અને થોડીઘણી અણગમતી,*

*કંઈક કેટલીય જવાબદારીઓ છે*
*આ જીવનમાં*
*થોડીક તે જબરદસ્તીથી સોંપેલી,*
*થોડીક મેં સ્વીકારેલી...*

*એ બધાનો ભાર ઉંચકીને લાંબુ*
*ચાલી શકું એ માટે,*
*ધીમે ચાલ જિંદગી, મારાથી*
*થાકી જવાય છે.*

*ઘણાબધા નું હૃદયમાં સ્થાન*
*બનાવવું છે,*
*અને ઘણાબધાનું હૃદયમાં*
*સ્થાન ટકાવવું છે,*

*જવાબદારીઓ સાથે પોતાના*
*સ્વપનો પણ પુરા કરી શકું એ માટે*
*તું ધીમે ચાલ જિંદગી, મારાથી*
*થાકી જવાય છે.*

*કોઈને કડવાશથી યાદ કરું એવા*
*વ્યવહાર મેં ટાળ્યા છે,*
*લોકોના હૃદયમાં હંમેશા રહું એવા*
*પ્રયત્નો મેં કર્યા છે,*

*ભૂલથી પણ કોઈના હૃદયને ઠેસ*
*ન પહોંચે એવી પ્રભુ પાસે પ્રાર્થના*
*કરી છે...*

*એવી મારી પ્રાર્થનાને ફળીભૂત*
*થતાં જોવી છે*
*તો ધીમે ચાલ એ જિંદગી મારાથી*
*થાકી જવાય છે.*

*રેતની જેમ સમય મુઠ્ઠી માંથી*
*સરકે છે,*
*આજે સાથે ચાલીએ છીએ*
*કાલ ની કોને ખબર છે..?*

*ખુબ પ્રેમ કરુ છું તને ઓ*
*જિંદગી....*
*જરા તું ધીમે ચાલ,હવે તો મારાથી*
*થાકી જવાય છે..*
સૌજન્ય:- WhatsApp
- Umakant

Gujarati Poem by Umakant : 111988378

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now