અહીં શબ્દોને રમાડે છે કોઈ.
અહીં શબ્દોને ગમાડે છે કોઈ.
શબ્દ અર્થની પળોજણ કેવી!
અર્થને જ સર્વસ્વ માને છે કોઈ.
માણસે માણસે અર્થ હોય જુદા,
જેવાં મન પોતાનાં ઘટાવે છે કોઈ.
એક જ શબ્દની અસર જુદીજુદી,
આરોહ અવરોહ ગણાવે છે કોઈ.
શબ્દ અર્થથી હોય પર પરમેશને,
ઈશને પોતા જેવા ધારે છે કોઈ.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.