"ઢળતી સંધ્યા મુજને ગમે
ચકલી,ફૂલસૂંઘણી,
કાબર,મેના ને મોરના ટહુકા
પોપટને કલકલિયાનું કલકલ,
સૂર તાણી મીઠડું બોલતી કોયલડી
ખેતરે લહેરાતો હરિયાળો પાક
મંદ મંદ વાતો મીઠો મારુત,
દોવાતા દૂઝણાના મીઠા એ સૂર
મંદિરેથી આવતા ઝાલરના સૂર!"
મુજને ગમે.. જય શ્રી કૃષ્ણ
- Thakor Pushpaben Sorabji