Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાજપૂત રૅજિમેન્ટ

સૌથી જૂની રાયફલ રેજિમેન્ટ ગણાતી રાજપૂતાના
રાયફલનું મૂળ તપાસો તો એ સૌરાષ્ટ્રમાં નીકળે, જ્યાં વર્ષો
થયે દેશી રાજ્યો-રજવાડાં પોતાની સ્વતંત્ર ફોજ ધરાવતાં હતાં.
વિલીનીકરણ પછી નવાનગર તથા ભાવનગર ઇન્ફન્ટ્રી, ધ્રાંગધ્રા,
મહુવા અને પોરબંદર એ ત્રણ રાજ્યોની ઇન્ફન્ટ્રી તથા
ભાવનગર ઇમ્પિરિઅલ લાન્સર્સ
નામની ફોજોના એકીકરણ વડે
સૌરાષ્ટ્ર ઇન્ફન્ટ્રીનું ગઠન
કરવામાં આવ્યું. થોડા વખત
પછી તે ખુશ્કીદળની ૧૭૫ વર્ષ
જૂની રાજપૂતાના રાયફલ્સમાં ૧૮મી
બટાલિયન તરીકે સમાવેશ પામી.
નવાનગરના મહારાજા જામસાહેબ
દિગ્વિજયસિંહજી તમામ રાજપૂતાના
રાયફલ્સ રેજિમેન્ટના માનદ્
લેફ્ટનન્ટ-જન૨લ બન્યા, જ્યારે
ભાવનગરના મહારાજા
કૃષ્ણકુમારસિંહજીને મેજર-જનરલનો
માનદ્ હોદ્દો મળ્યો. રીતસરની
લશ્કરી કારકિર્દી ધરાવતા એકમાત્ર
ગુજરાતી અફસર રાજપૂતાના
રાયફલ રેજિમેન્ટના વડા બન્યા હોય
તો એ લેફ્ટનન્ટ-જનરલ મહિપતસિંહજી, જેમણે એપ્રિલ,
૧૯૮૩થી એપ્રિલ, ૧૯૮૬ સુધી તેના કમાન્ડિંગ ઓફિસરનો
હોદ્દો સંભાળ્યો.
https://www.facebook.com/share/1Ai3JRN97T/

Gujarati Blog by Gautam Patel : 111987241
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now