દ્યોને દરશન હે ત્રિપુરારિ.
દ્યોને દરશન કરુણાકારી.
આવ્યો શરણે દીનતા લાવી.
મહાદેવ રહ્યો તમને મનાવી.
સ્વીકારોને આરઝૂ કલ્યાણકારી...1
ભૂલો હરજી ભૂલો અમારી,
એક આશા અમને તમારી.
આવકારોને, આશુતોષ ભયહારી..2
શરણાગત શિવ દ્વારે આવ્યો,
ભક્તવત્સલતામાં જીવ ફાવ્યો.
રીઝોને, ભોળાનાથ દુઃખહારી.....3
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.