તાર,
  બીજું હું કાંઈ ન માગું,
સુણજે આટલો અંતર તણો પોકાર,
  બીજું હું કાંઈ ન માગું... ꠶ટેક
તુંબડું મારું પડ્યું નકામું,
  કોઈ જુએ નહિ એના સામું,
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર,
  પછી મારી ધૂન જગાવું... આપ꠶ ૧
એકતારો મારો ગુંજશે મીઠું,
  દેખશે વિશ્વ રહ્યું જે અદીઠું,
ગીતની રેલશે એક અખંડિત ધાર,
  એમાં થઈ મસ્ત હું રાચું... આપ꠶
🙏🏻
- Umakant

Gujarati Poem by Umakant : 111986763

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now