આકાશમાં શહેર હોત, સૂરજ ઉપર મહેલ હોત,
આકાશમાં ઉડે એવું, ચમકતું રોડ હોત,
હું જો બનાવત મારા સપનાનું શહેર,
ચોકલેટની નદી હોત, જાદુની એક છડી હોત,
સમુદ્રની વચો વચ ક્યાંક એ પડી હોત,
હું જો બાનવત મારા સપનાનું શહેર,
માછલીને પાખ હોત, એ પણ પાછા પાંચ હોત,
અને કેક ખાઈ શકે એની માટે એના દાંત હોત,
હું જો બનાવત મારા સપનાનું શહેર,
સોનાના જ ઘર હોત, સિંહ માટે રણ હોત,
અને મારા સમુદ્રમાં વડ મોટું હોત,
હું જો બનાવત મારા સપનાનું શહેર.
- ધરમ મહેશ્વરી