સર્વદા સૌને સદાચાર શીખવો ગુરુજી.
માણસને સાચા માનવ બનાવો ગુરુજી.
જીવન અમારું સોંપી દીધું છે ગુરુવર,
જિંદગીમાં સત્ય સદા પ્રગટાવો ગુરુજી.
રાહ ભૂલેલા છીએ પથિક અમે ધપતા,
બનીને દીવાદાંડી માર્ગ બતાવો ગુરુજી.
માયા પ્રતાપે સદાચાર ભૂલી ભટક્યા,
પથ પરમેશનો અમને દર્શાવો ગુરુજી.
પામીશું ઈશ્વરને સત્કાર્યો સદાયે કરી,
તમારી અમી નજર વરસાવો ગુરુજી.
અમારે તો ઈશથી અધિક છો આપને,
ચરણોના દાસ અમને બનાવો ગુરુજી.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.