મેં તમને યાદ કરી લીધા તમારા વગર.
મેં તમને સાદ કરી લીધા તમારા વગર.
હતી ગેરહાજરી તમારી તેથી શું થયું,
મેં વળી વિષાદ કરી લીધા તમારા વગર.
સ્મૃતિપટલે હાજરી તમારી હો અવિરત,
મેં તો પૂજ્યપાદ કરી લીધા તમારા વગર.
શારીરિક હાજરીનું બંધન નથી ખપતું.
એમાંથી આઝાદ કરી લીધા તમારા વગર.
આશાને ઓરતાની યાદી છે અકબંધ,
મેં તો મનમુરાદ કરી લીધા તમારા વગર.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.