તુ મળે મને એકવાર.....
તુ મળે મને એકવાર તો કહું ને કે ઘાવ કેવા લાગ્યાં છે ,
મારા શબ્દોમાં તું મારું દર્દ ક્યારેય નહી પામી શકે .
તું મળે મને એકવાર તો કહું ને કે રાત તારા વિના કેવી વીતી
મારી વાતોમાં તું મારો વિરહ ક્યારેય નહી જોય શકે.
તું જો મળે મને એકવાર તો કહું ને યાદો કેવી સતાવે છે ,
મારી આંખોમાં તું મારો પ્રેમ ક્યારેય નહી અનુભવી શકે.
તું બસ મળે મને એક વાર તો કહું ને કે આત્મા વિના નો જીવ કેવો હોય ,
મારા શ્વાસમાં પણ તું મારો અહેસાસ નહિ પામી શકે.
તું મળે મને એકવાર તો કહું ને કે તારા વિના ની જીદગી કેવી હોય,
મારા જવાબોમાં પણ તું તને નહિ શોધી શકે ......
:- ધૃતિબા રાજપુત