વાઈપરવાળા ચશ્મા
આવે વરસાદને ભીંજવી જાય સૌને,
ગાડી અમને આવડે નહીં............
ચલાવીએ ટૂ વ્હીલર અમે
ચશ્મા પહેરીએ કે પહેરિયે હેલ્મેટ
વરસે એવો વરસાદ ચાલવાના દે
અમને...................
થાતુ કે ગાડીને હોય છે વાઇપર
જો હોય ચશ્મા કે હેલ્મેટને વાઇપર!
રેઇનકોટના કેપની છત પણ
લાગે અમને નાની....
થાતુ કે મોટી હોત જો
રેઇનકોટના કેપની આ છત!...
ભણ્યા લુચ્ચો વરસાદ નો
પાઠ આપણે સૌ "પુષ્પ"
બહાર નીકળવા ટાણે આવે એ
શરૂ થઈ ધીમેથી તે,જોરદાર વરસે
કરે લુચ્ચાઈને સૌને એ પજવે!...
તેથી થતું અમને કે, હોય જો
વાઇપરવાળા ચશ્મા કે હેલ્મેટ.....
Happy monsoon 💦💦