વરસાદ નહાય
સખી મારી સાણી,
લાવી હસી તાણી!
બોલે રોજ એવા બોલ,
હસાવે સૌને એના બોલ!
નીકળ્યા અમે સૌ સંગાથ,
આવ્યો છૂટો છવાયો,
ટપટપ ને ઝરમર વરસાદ!
જોઈ બોલી હસાવે એના બોલ
સાંભળો એ છે કેવા બોલ!
મેઘો છાંટે પાણી ને ક્યાંક ધોવે હાથ,પગ
ક્યાંક મારે ફુવારોને ક્યાંક પૂરો ન્હાવે!
દિલ ખોલીને સૌ કોઈ હસ્યા,
સાંભળી મેઘાની ન્હાવાની વાત!
સાચી કહી હસતા એમને વાત
મેઘો વર્ષે એવો આજ!
ક્યાંક ટપટપ,ઝરમરને ક્યાંક મુશળધાર
ક્યાંક જાણે ન્હાય તો રેલે નીર અપાર!
જય શ્રી કૃષ્ણ: પુષ્પા.એસ.ઠાકોર