હું સાંભળીશ તારા શબ્દોને
તું મારા મૌનને સમજી લેજે.
બસ માંગીશ પળનો સાથ,
તું એને આજીવનનો સમજી લેજે.
કરું ક્યારેક હાથ લાંબો,
તારા મનની વાત મૂકી લેજે.
નહીં ભૂલું સાથની પળોને,
તું તસ્વીર આજીવન સંગ્રહી લેજે.
બોલુ નહીં ત્રણ શબ્દો,
તોયે મારા પ્રેમને સ્વીકારી લેજે.
અબોલા રાખીશ હવે કેટલા?
એક દોસ્ત તરીકે બોલી લેજે.
આર.ડી.ને તો એય ઓછું.
તું વધારે માન સમજી લેજે.
હું સાંભળું અગણિત તારું,
તું પરિભાષા પ્રેમની સમજી જજે.