બટાકામાં એવું શું?
શાકોનો રાજા તું
ચિપ્સોમાં બટાકા તું,
કેળા પછી આવે તું
મનપસંદ બટાકા તું
બાળકોને ભાવે તું
પાણી પૂરીમાં તું,
બટાકા વગર શું શું!
બટાકા, તું વસતો હ્રદયમાં,
ઘર ઘરમાં વસતો તૂં
ચિપ્સની મીઠી દુનિયામાં
ખુશબૂમાં ઝળકે છે તું
કેળા પછી આવે તું,
પ્રેમનો સંદેશો તું
બાળકોના સ્મિતમાં શોભે તું
દરેક શાકમાં સમાતો તું
પાણી પૂરીમાં તું
રગડા પેટીસ માં તું
બટાકા વગર સુનું સુનું
શાકભાજીના પુરાણમાં પહેલો તું
તમેં આપ્યો આનંદનો રંગ,
બટાકા, તું છે સૌને સંગ,
જીવનના મીઠાસમાં તું
બટાકા વગર જીવન શું!
- કૌશિક દવે