Made in China
ચીનનું અર્થતંત્ર manufacturing ૫૨
આધારિત છે અને તે ક્ષેત્ર પસંદ કરાયાને લીધે
ચીન આબાદ પણ બન્યું. ભારતની નેહરુ-ગાંધી
સરકારોએ કરોડો જણાને રોજગારી આપી શકતા તે ક્ષેત્રને સદંતર અવગણ્યું, બલકે મોટા પાયે મેન્યુફેકચરિંગ ન થાય એટલા માટે લાયસન્સ રાજ દાખલ કર્યું. ચીન કારથી માંડીને કાતર સુધીની લાખો ચીજો બનાવે છે. દરેક ચીજ પર MADE IN CHINA નું સ્ટીકર મારેલું હોય છે. નવાઇની બાબત છે કે આવાં સ્ટીકરનું પ્રોડક્શન કરવામાં તે પહોંચી વળતું નથી. થોડાંક જ બનાવે છે અને તે પણ મોંઘાં પડે છે. એક દેશ ચીનને થોકબંધ Made in China સ્ટીકર્સ જોબવર્કના ધોરણે બનાવી આપે છે
ચીની માલનાં ઘણાં ખરાં Made in China સ્ટીકર્સ દક્ષિણ કોરિઆ બનાવે છે. ચીને અમુક કારણોસર તે દેશને જોબ વર્કનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. દક્ષિણ કોરિઅનો વિવિધ જાતના પ્રિન્ટિંગનો જે કસબ ધરાવે છે તે ચીનાઓ પાસે નથી. પોલિયેસ્ટર, વિનાઇલ, પોલિપ્રોપિલિન, સાટિન વગેરે પર મુદ્રણ કરવામાં દક્ષિણ કોરિઅનો સિદ્ધહસ્ત છે. ઊંચી
ગુણવત્તાની flexography, offset printing અને foiling
કરી જાણે છે. વિશેષ મહત્ત્વનું એ કે બે દેશોનાં ચલણોનો વિનિમય દર ચીનની તરફેણમાં છે. ચીનનો ૧ Yuan / યુઆન બરાબર દક્ષિણ કોરિઆના ૧૮૭ Won / વૉન છે. ચીનને સ્ટીકર્સ સસ્તાં પડે છે.
https://www.facebook.com/share/p/16k58Dpvk2/