એક જ પત્ર
રોજ હું લખું તને
મોકલું નહીં
ભેગા કર્યા છે
રોજ લખીને પત્રો
મૂડી ની જેમ
જ્યારે હું જાઉં
આ દુનિયાને છોડી
ત્યારે મળશે
તું લઈ જજે
તારી સંગાથે એને
રોજ વાંચજે
થાકીશ જ્યારે
વાંચીને મારા પત્રો
તું છોડી દેજે
છેલ્લે જે વાંચ્યો
હશે તેં પત્ર, એ જ
અંતિમ પત્ર