Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

World Happniess Report 🇧🇹

તાજેતરમાં જાહેર કરાયેલા World Happniess Report, 2025 માં ભુતાનને કોઇ સ્થાન નથી. દુનિયાના ૧૪૭ દેશોનાં સુખનું લેવલ માપવાનાં પરિમાણો ભુતાને ૧૯૭૧માં અપનાવ્યાં તેમના કરતાં સાવ જુદાં છે. માથાદીઠ GDP, ભ્રષ્ટાચારનું પ્રમાણ, સરેરાશ આવરદા, મનપસંદ રીતે જીવવાની છૂટ વગેરેને સુખના સૂચનાંકો બનાવાયા છે. નોંધપાત્ર વાત એ કે કેળામાં મીઠું અને મૂળામાં ખાંડ જેવું GDP તેમાં સામેલ છે, જ્યારે ખરેખર તો ભૌતિકવાદ જોડે સંકળાયેલા GDP ને પડતું જ મૂકવું જોઇએ. થોડા ખાના,ઔર ખૂબી સે રહેના’ ની આધ્યાત્મિક ફિલ્સફીવાળા ભુતાનનું GDP તો સુદામાની તાંદુલ પોટલી જેટલું છે, માટે સુખની આંતરરાષ્ટ્રીય તાલિકામાં તેનો નંબર ૧૪૭ દેશોમાં એકેય
નથી. ભારતનો ૧૧૮મો છે. પ્રથમ નંબરે ફિનલેન્ડ છે. બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું સ્થાન અનુક્રમે ડેન્માર્ક, આઇસલેન્ડ, સ્વિડન અને નેધરલેન્ડ્સનું છે.
અમેરિકા માથાદીઠ ૮૨,૭૦૦ ડૉલરનું
GDP ધરાવતો એ દેશ
૨૦૨૪માં ક્રમ ૨૩મો હતો,
ઑસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, બેલ્જિયમ, લિથુઆનિયા, કોસ્ટા રિકા, સ્લોવેનિયા વગેરે દેશો તેના કરતાં આગળ છે. અનુક્રમણિકા કેટલીક બાબતોમાં ન સમજાય તેવી છે--જેમ કે ભારતનો નંબર બહુ પાછળ ૧૧૮મો, તો પાકિસ્તાનનો ૧૦૯મો છે.
શી રીતે માની શકાય કે પાકિસ્તાનીઓ તેમના ફટિચર દેશમાં અહીંના ભારતીયો કરતાં સુખી છે? ઇઝરાયેલના છાશવારે બોમ્બમારાનો અને મિસાઇલ ઍટેકનો ભોગ બનતું તેમજ પુષ્કળ માનવખુવારી વેઠતું પેલેસ્ટાઇન happiness index માં ૧૦૮માં ક્રમે છે. નિરાશ્રિતાની છાવણીમાં રહેતા અને ઘરબાર ન ધરાવતા પેલેસ્ટિનિયનો આપણા કરતાં સુખી છે.
કોઇ હિસાબે પલ્લે ન પડતો ભુતાનનો ક્રમ તો છે જ નહિ.
બૌધ ધર્મને તેના મૂળ સ્વરૂપે જાળવી રાખનાર છેલ્લો સ્વતંત્ર દેશ આજે ભુતાન છે. ભૌતિક કરતાં આધ્યાત્મિક સુખને તેણે મનમસ્તિષ્કની શુદ્ધતા અને શાંતિ માટે અગત્યનું ગણ્યું છે.
ભુતાનીઓનો કુદરત સાથે ગાઢ નાતો છે. વાતાવરણ પ્રદૂષિત નથી. વિશ્વનો તે એકમાત્ર carbon negative દેશ છે--એટલે કે વાતાવરણમાં CO², કે બીજા ગ્રીનહાઉસ ગેસનો વધારો કરતો નથી. પ્લાસ્ટિકની ચીજો ત્યાં વપરાતી નથી. સોશ્યલ મીડિઆનો ત્યાં ‘રોગચાળો’ નથી. ૧૯૯૯ સુધી ત્યાં
ટેલિવિઝનનું પણ ભુતાનનરેશે દેશમાં આગમન થવા દીધું
નહિ. આજે ટેલિવિઝન પર નિર્દોષ તથા બોધાત્મક કાર્યક્રમો રજૂ કરાય છે. સુશીલ રાષ્ટ્રીય પોશાક જ ધારણ કરવો ફરજિયાત છે. પ્રજા સુખી છે, કેમ કે દુઃખ કરે તેવું કારણ જ રહેવા દેવાયું નથી. અલબત્ત, પ્રથમ નંબરના ગણાતા ફિનલેન્ડની જનતા પણ સુખી છે. બેઉ દેશો સુખી છે. આપણને મનદુઃખ એ વાતે થાય કે એક પહેલાં નંબરે છે ને બીજાનો તો નંબર જ નથી.
https://www.facebook.com/share/p/1Ai6d2zHcP/

Gujarati Blog by Gautam Patel : 111978653
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now