નાનાસાહેબ પેશ્વાનો રહસ્યમયી ખજાનો
૧૮૫૭ના વિપ્લવ દરમ્યાન
અંગ્રેજ જનરલ હેન્રી હેવલૉકના અંગ્રેજ લશ્કરે ક્રાંતિકારોના
મથક કાનપુર પર વિજય મેળવ્યા પછી થોડાક કિલોમીટર
છેટે આવેલા બિઠુર તરફ ઝડપી કૂચ શરૂ કરી, જ્યાં વહેલી તકે પહોંચવા માટે આકર્ષણો તરીકે બે મજબૂત કારણોહતાં. ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે મેદાને પડેલા
નાનાસાહેબ પેશ્વાનો મુકામ બિઠુર ખાતે
હતો અને જનરલ હેવલૉક તેમને જીવતા
પકડી ફાંસીએ લટકાવવા માગતો
હતો. બીજું આકર્ષણ નાનાસાહેબ
પેશ્વાના અઢળક ખજાનાનું હતું.
સોના-ચાંદીની કલાત્મક ચીજો,
હીરાજડિત ઝવેરાત, મોતીનાં આભૂષણો, સોનામહોરો અને
નીલમ-માણેક જેવાં છૂટક રત્નો સહિત એ ધનભંડારનું વજન સેંકડો મણ હોવાનો અંદાજ હતો. ૧ મણ બરાબર ૩૭.૩કિલોગ્રામનો દર બેસે.
જનરલ હેન્રી હેવલૉક માટે બન્ને આકર્ષણો છેવટે મૃગજળ
પુરવાર થયાં. બ્રિટિશ સૈન્ય બિઠુર પહોંચ્યું એ પહેલાં
નાનાસહેબ પેશ્વા ત્યાંથી સલામત રીતે સરકી
ગયા હતા એટલું જ નહિ, પરંતુ રાતોરાત
બધી રોનક ગુમાવીને સૂના પડેલા તેમના
રાજમહેલમાં ખજાનાનો ક્યાંય પત્તો ન હતો.
એક સદાબહાર રહસ્યનું માત્ર કોકડું મૂકીને
એ છેલ્લા પેશ્વા ખુદ પણ લાપત્તા બન્યા
હતા. બીજે વર્ષે ૧૮૫૮માં
છતાં ખજાનો પોતે નહિ.
પહેલો સવાલ તો એ કે આવડો
મોટો ભંડાર પેશ્વાનો દરજ્જો ક્યારનો
ગુમાવી બેઠેલા નાનાસાહેબ પાસે
આવ્યો ક્યાંથી?શિવાજીએ ૧૭મી
સદીમાં પેશ્વાનો હોદો પોતાના
આઠ પ્રધાનોને આપ્યો હતો, જે
વખત જતાં વારસાગત બનવાનો
હતો. મરાઠા સામ્રાજ્યનો વહીવટી
કારોબાર ચલાવવા માટે દરેક પેશ્વાને
વ્યાપક સત્તાઓ હતી. શિવાજીના
પૌત્ર સાહુના ચાલીસ વર્ષ લાંબા
શાસનકાળ દરમ્યાન પેઢી દર પેઢીના
ક્રમે બાલાજી વિશ્વનાથ, બાજી રાવ
પ્રથમ અને બાલાજી બાજી રાવ એમ
સળંગ ત્રણ પેશ્વાઓ એવા ઝળક્યા કે
પેશ્વાનો હોદો મરાઠા સામ્રાજ્યનો પર્યાય બન્યો. ત્રણેય જણા અનુક્રમે પિતા, પુત્ર અને પૌત્ર હતાં, જેમના પછી હોદો એ જ રીતે વારસાગત ટ્રાન્સફર થતો રહ્યો. પેશ્વાઇનો સૂર્ય અઢારમી સદીના અંતે ઢળવા લાગ્યો. ૧૭૯૫માં પેશ્વા માધવ રાવ બીજાએ કિલ્લાની અટારી પરથી કૂદકો મારી.આત્મહત્યા કરી ત્યારે બાજી રાવ બીજાને પેશ્વાપદ મળ્યું.
આનુવંશિક રીતે હંમેશ મુજબ આગળ ચાલવાને બદલે તે
અકાળે તેમજ એકાએક નાબૂદ થવાનું હતું.
https://www.facebook.com/share/p/16MqVKaYoM/