એક મહિલા એની સોશિયલ પ્રોફાઈલ લોક શા માટે રાખે છે.તે એક સાર્વત્રિક સમસ્યા છે જેનો સામનો સોશિયલ મીડિયામા દરેક સ્ત્રી ને કરવો પડે છે?....
હાય,
હેલ્લો,
કેમ છો, ક્યાંથી છો,
વાત કેમ નથી કરતા,
વિશ્વાસ રાખો,
મારા મિત્ર બનશો?
આ સમસ્યા સાર્વત્રિક છે એકલી સ્ત્રીની નહીં પુરુષ ને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે પણ ઓછા પ્રમાણમાં.
અહીં વાત વ્યક્તિની માનસિકતા અને વિકૃત મુલ્યો પર આધારિત છે.
કોઈ સ્ત્રી તમને જવાબ આપે છે એનો અર્થ એ નથી કે તમારી સાથે વાત કરવા માટે બંધાયેલ છે. કે પછી એનું ચારિત્ર્ય આંકવામાં આવે છે.
હા, ઈનબોક્સ વાત કરવા માટે જ હોય છે .પણ કોની સાથે કેવી વાત કરો છો એ પણ જોવું પડે.
જ્યારે કોઈ સ્ત્રી તમારી સાથે ઈનબોક્સમાં આવે છે એટલે અમુક પુરુષ વર્ગ પોતાની જાગીર સમજી લે છે.
બની શકે કોઈ માત્ર એક સારા મિત્ર ના રૂપ માં કે પછી સામાન્ય રીતે વાત કરતું હોય પણ અહીં જવાબ આપવા નો મતલબ જ બીજા અર્થમાં લઈ લેવામાં આવે છે.
વાત કરવા માટે કોઈ પણ વિષય જાહેરમાં લખવાની વાતો જેમકે તમે સારું લખો છો, મને તમારું લખાણ ગમે છે આ વાત જાહેરમાં કહીં શકાય પણ ઈનબોક્સમાં આ વાતો કરવાથી એનું મુલ્ય ઘટી જાય છે.
અમુક અસાજિક તત્વો આવા જ મોકાની તલાશમાં સોશિયલ મીડિયા નો સહારો લે છે કોઈ સ્ત્રી એમનાં ઈનબોક્સમાં આવે અને વાતોનો દોર ચાલુ થાય અને સ્ત્રી પણ એ ભૂલ કરી બેસે છે બે ત્રણ સહાનુભૂતિ ના શબ્દો અને વખાણ જે કદાચ પરિવાર માંથી ના મળ્યાં હોય આ ત્રાહિત વ્યક્તિ કરે એટલે લાગણીમાં આવી ને ના કહેવાય ની વાતો પણ કહીં દે છે બસ એ જ વાત નો લાભ ઉઠાવવા તત્પર હોય છે. હું અહીં દરેક પુરુષ ની વાત નથી કરતી પણ હા, અમુક વિકૃત માનસિકતા ધરાવતા પુરુષો ની વાત કરું છું
એવી જ રીતે અમુક સ્ત્રીઓ પણ આવી જ રીતે માયાજાળ માં પુરુષો ને વાત માં લઇ લે છે.
વિપરીત ઉર્જા પ્રત્યે આકર્ષણ સ્વાભાવિક છે.માનવીય છે પણ તેને મુલ્યોથી ઢાંકી ને મર્યાદામાં વર્તન કરીશું તો સમાજ માં સ્ત્રી ની આબરૂ અને પુરુષ નું ગૌરવ સચવાઈ રહેશે.
સ્ત્રી અને પુરુષ ની મિત્રતા ખોટી નથી.મિત્રતા અમુલ્ય સંબંધ છે.પણ કેટલાક લોકો ની ક્ષુદ્રતા ના કારણે મિત્રતા પણ પવિત્ર રહીં નથી.અને અંત માં માત્ર અને માત્ર આંગળી એક સ્ત્રી ના ચારીત્ર્ય પર જ ઊઠે છે. શું એ યોગ્ય છે??????