થઈ છે કંઈક ધુળ એઠી આજે...
રંગાયા છે કંઈક મુળ આજે.
પાલવ સાચવ્યો જેણે પ્રિતમ કાજે...
રંગાણી એવી કંઈક રાધાઓ આજે.
ચડયો કોઈ રંગ આજ, તો પડદા તુટ્યા...
હથેળી સિવાય પણ રેખાઓ સંધાય આજે.
અંગ નિચોવાણા અને હૈયા તરબતર થયા...
મનનાં કંઈ તાંતણા કંપાણા આજે.
જાણ્યું નથી કોઇ ટાણા રંગાઈ જવાના..
તોય અર્જુન કેટલાય ગીતા મા સલવાણા આજે.