સ્ત્રી – શક્તિ અને પ્રેમ (ગઝલ
હૃદયમાં પ્રેમ ભરી રહે છે સ્ત્રી,
સહનશીલતા ધરિ રહે છે સ્ત્રી.
સદા ત્યાગમૂર્તિ બનીને ખીલે
દુઃખોને હસતી સહિ રહે છે સ્ત્રી.
ઘર આંગણે છે દિવો સમાન
,સમર્પણ જયોત લઈ રહે છે સ્ત્રી
વિપત્તિઓમાં ધરી ધરીને હિંમત ,
વિજય ધ્વજ લઈ રહે છે સ્ત્રી
પ્રગતિના પંથે નિત્ય આગળ વધે
સમય સાથે ચાલી રહી સ્ત્રી
સખી દીપાંજલિ કહે જે નમ્ર,
તમને જોવી રહી કેવી છે એ સ્ત્રી ?
દીપાંજલી