હું ક્યાં કહું છું કે ...
હું તને મારા બંધનમાં બાંધી રાખીશ , પણ મને તારી સાથે જીવન જીવવાનો હક આપજે ..!!
હું ક્યાં કહું છું કે ..
હું તારા દુઃખનો ભાગીદાર તો બની શકું અને હસીને તારી સાથે વાત કરી શકું , બસ એટલો હક આપજે ..!!
હું ક્યાં કહું છું કે ..
તું મારી પાસે જ રહે પણ દૂર રહીને તારા એહસાસને મહેસૂસ કરી શકું એટલો હક આપજે ..!!
હું ક્યાં કહું છું કે ..
તારી ખુશીઓનો અધિકાર મને આપ પણ તારા દુઃખનો ભાગીદાર બનવાનો હક મને આપજે ..!!
હું ક્યાં કહું છું કે ..
તારા વગર મરી જ જઈશ પણ તારા વગર જીવી પણ નહીં શકું એ પણ એક સત્ય છે ..!!
🌹🌹🌹❣️