અવસર
આવ્યો રૂડો અવસરને
આંગણીયા અમે સજાવ્યા!
હૈયામાં છે ઉમંગને
અવસરનો છે આનંદ!
લીધા દિકરી ના લગ્નને
હરખેથી સૌને તેડાવ્યા!
આવ્યો ......
કરી ગણેશજીની સ્થાપનાને
અમે સૌ રે વધાવ્યા!
આટલી તે ભીડમાં જાણે
લાગે કંઇક ખૂટતું,
કેમ અમારું હૈયું
આજ રે દુભાતું!
યાદ આવી ગયા બધા
એ દિવસો,
બચપણ તારું અમને દેખાતું!
આવ્યો..........
અવસર છે સુખનો અનેરો ,
પણ કાં આજ હૈયું મુંઝતું?
લીધા લગ્નને રાત
આખી રે જાગુ!
કોણ જાણે કેમ પણ
બંધ થાતી ના આંખું!
આવ્યો........
જોઈ તુજને આ
મનડું હરખાતું(દિકરી)
પણ કેમ જાણે આજ
આ કાળજું કંપાતું!
જાણું હું જીવનની
તારી આ ડોર,
સોપી સાસરીમાં તને
આપુ એમને તારી આ ડોર!
આવ્યો.........
આવી ગયો લગ્નનો
દિવસ રે આજ,
કરી કન્યાદાન તને
સોંપી પીયું સંગ આજ!
હૈયે ધરી છે
હિંમત અમોએ,
કાર્ય છે કઠણ
કાળજા અમોએ!
આવ્યો.......
આ અવસરે જુઓને
માત પિતા ની વેદના
જોવો ને કહે તેમની
આંખો રે આજ!
આવ્યો......
આવી ગઈ જુઓને
વિદાયની ઘડી રે કેવી!
કેમ તને મળુ હું
દિકરી આ ઘડી!
ના આવી શકું હું
તારી સમક્ષ
આવું ને ના રોકી સકુ
આંસુ અબઘડી!
આવ્યો.........
નિભાવું સંસારની આ
રિત - રસમ,
માંડે સંસારમાં તું
નવા તારા કદમ!
સુખેથી રહેજે ને
દિપાવજે બંને પરિવાર,
આશિષ દઉં તુજને
હૈયેથી અપાર!
આવ્યો અવસર.....
પુષ્પા એસ ઠાકોર 🙏