હજુ પણ સાચું કહું છું,પ્રેમમાં પડવા માટે મારા અમુક માપદંડ છે.
તારાથી એ ફોલો થતા હોય તો જ પ્રેમમાં પડજે!!!
મને બહારનું હોટલનું ખાવું ગમતું નથી કે ખુલ્લા લારી ગલ્લે મળતા જમણમાં રસ નથી એટલે સમજીને પડજે.
મને ફરવાનો શોખ ખરો પરંતુ ઘોંઘાટમાં નહિ,પ્રકૃત્તિના ખોળે, સરવર પાળે ને ઘૂઘવતો સમુદ્ર જોવો ખૂબ ગમે છે.
ફિલ્મ રોમેન્ટિક ગમે,ગીતો જૂનાં જ ગમે અને બાળક ગાતું કુદતું રમતું જોવું ગમે છે,આ વ્યસન ના હોય તો ના પાડજે.
મંદિર,જંગલ,ખેતર હોય કે ગાયને ચરાવવા કે બળદને પાણી પાવા જવું,દૂધ દોહવાનું,તાજું પીવાનું મને ખૂબ ગમે છે.
બાજરાના રોટલા,દૂધ કે ખાટી છાસ સાથે લીલાં તંદુરસ્ત શાકભાજી ભાવે પણ આ તને ના ફાવે તો ના પાડજે.
હું તો રહ્યો પ્રિયા ગામડાનો સાદો ભોળો માનવી!આપણને કાયમ પેન્ટ કૉટ શૂટ પહેરવા ના ફાવે,તને ફાવે તો ના પાડજે.
મને ભોળવીને ભગવાન બનાવી ઊંચા આસને બેસાડે પછી પૂજા મારી કરે રાતે રૂપિયાની ચાદર ખેંચી લે તો ના પાડજે.
. - સવદાનજી મકવાણા (વાત્સલ્ય)