શુક્ર નો તારો
સવારે ને સાંજે તું વહેલો રે આવે,
આવીને કેવો તું તેજે પ્રકાશે !
આવકારે તું ઉષા - સંધ્યા ને,
વેલરો આવી સૂરજ,તારા અને ચંદ્રને વધાવે!
સવારે ને સાંજે.........
ઉષા - સંધ્યા ના કેવા કેસરિયા રંગ,
વિખેરાયેલા વાદળોના અનોખા રંગ!
શુક્ર તણો તારો તું લાગે મોટેરો,
ઉષા - સંધ્યાને જાણે ટીકો લગાવે!
સવારે ને સાંજે...........
જોવું હું તુજને સવાર ને સાંજ,
પૂર્વે - પશ્ચિમે તું કેવો શોભતો રે લાગે!
આછેરા વાદળોનો કેવો અનેરો રંગ,
એમની વચ્ચે તું કેવો અદભુત રે લાગે!
સવારે ને સાંજે......
જય શ્રી કૃષ્ણ: પુષ્પા એસ ઠાકોર