રોજ હવે ઘૂંટડે ઘૂંટડે પીવાય છે ઝેરના પ્યાલા
ક્યારેક થોડાંક તો ક્યારેક વધારે પીવાય છે.
નસીબનો દોષ ક્યાંથી આપુો? જાતે પીધા છે.
જાણી જોઈને વિષના કટોરા હાથમાં લીધા છે.
સમજણની આગળ પાછળ હું ક્યારેય દોડી નથી.
વેદનાએ આંખો મીચીને રોજ ગળે ઘુંટડા ઉતાર્યા છે.
સુખ દુઃખનો અનુભવ હવે ક્યારેય થતો નથી.
રોજની મોજની મસ્તીમાં હવે ઝુમી લીધા છે.
ક્યાંથી કહું કે સંબંધ હવે હું સાચવી શકતી નથી.
વિષના અલગ અલગ પ્રકાર પણ ઘોળી પીવાય ગયાં છે.