તારા શબ્દો જોઈને થતી આંખોને ઠંડક,
તું ના દેખાય તો ચાલશે આ હૃદયને
આમ ધીરે ધીરે થતું તારું આગમન ગમશે મને
પાછળ ચાલીને પગલાં ગણવા મને ફાવશે નહીં
ગમશે તારા કદમથી કદમ મિલાવીને ચાલવું
આવું તારું આગમન ગમશે મને જિંદગીમાં.
દોઢ આપે તું અને બે હું આપીશ..
ગમશે મને કામની રીત આ જિંદગીમાં
આવી રીતે આગમન ગમશે મને તારું
ચાલ હંમેશા સાથે રહે તેવી મજા છે
ગમશે મને સાથ આપવાની આ જિંદગીમાં
બસ વેદનાને ગમશે આ આગમન તારું..