તારી સાથે વિતાવેલ પ્રત્યેક ક્ષણ સમૃદ્ધ બનાવે છે મારી આજ ને આવતીકાલ ને....
મારી લાગણીઓ,સપનાઓને,ઈચ્છાઓ,ભાવનાઓ નદીની જેમ વહેવા લાગે છે તારી હાજરીમાં....
અને હું સ્થિર થઈ જાવ છું જાણે કે એ એક જ ક્ષણમાં જીવન હોય....
મને ગમે વિષમ પરસ્થિતિઓમાં તૂટવું,જોડાવું,લડવું, થાકવું,હારવું,જીતવું જો તું સાથે હોય...
બધું જ સ્વીકાર થઈ જાય,બધું સરળ થઈ જાય,તારી હાજરી થી મેઘધનુષ્ય રચાય જાય ..
બસ તું હોય હંમેશા મારી સાથે ને મારો પ્રત્યેક દિવસ valentine થઈ જાય...