ઠોર હેને બેયન?"
"ઠોર???"
"આ શું વળી??"
"અરે બેયન, મજામો ક ની?"
"અરે હા, મજામાં."
"અમાર ભાષામો મજાને ઠોર કેવરાય."
"હોવે રે હોવે, તમારી ભાષા તો બાપ ગજબ."
"દાદાને બા કેવરાય, ને બાપાને કાકો."
"ઘડીક અમાર કને બેહો તો ખબર પડેને."
"હા, હુ આજે મળવા જ આવી છું તમને બધાયને, ને કઈંક નવું જાણવા."
અવનવી ઘણી વાતો કરી.
પણ હાલના સમયમાં પણ હિંમત અને રુઆબ જોવા જઈએ તો ઘૂમટાની પાછળ જ છાનું છપનું છે.
આજના આધુનિક યુગમાં પણ જૂનવાણી કહેવાતું એક રૂઆબભેર જીવન ઘૂમટા પાછળ જીવાય છે.
સ્ત્રીત્વનો દેખાડો કર્યા વિના બસ પાણીનો પ્રવાહ વહે, એ રીતે પરિશ્રમ કરી જીવનને સાચી દિશામાં સતત ચલાવ્યે રાખવાનો પ્રયાસ. ❤️❤️❤️
આ ધૂમટા પાછળનો સંઘર્ષ જીવનનાં સંઘર્ષને ફિક્કો પાડી દે છે.
-@nugami