મારી દીકરી - હિવા
સુકા રણ જેવા મારા જીવનમાં લાગણી નો વહેતો વરસાદ લાવી મારી દીકરી ..
સાતરંગ શોધતા શોધતા ફોરમ નો આખો ફાગણ લાવી મારી દીકરી..
વરસોથી હતો તુલસી ક્યારો મારા આંગણે,
એનું જીવંત પર્ણ બની આવી મારી દીકરી..
આખા દીવસ નો થાક મારો ઉતરી જાય,
એના ચહેરા પર નું સ્મિત જોઇ ને એ છે મારી દીકરી...
મારી કોખે થી ભલે જન્મ એને લીધો,
એક "માં" ના નામ થી નવો જન્મ એણે મને આપ્યો એ છે મારી દીકરી..
બીજું તો શું લખું,
મારા હ્રદય નો ધબકાર તો એના પિતા નું હ્રદય છે મારી દીકરી "હિવા"...
ડો.નમ્રતા ધારવિયા (કલમ ના સથવારે)