તારી હથેળી માં મારા ઘર ના દોરેલા એ નકશાઓ યાદ છે તને
તારી જિંદગી માં મારું એક નું જ હોવું એ લાગણીઓ યાદ છે તને
તારા અ થી શરૂ થતી અનંત સુધી ની એ વાતો યાદ છે તને
તારા વાળ માં મારી ફરતી એ આંગળીઓ યાદ છે તને
તારા સંગાથ માં ચાલેલા અજાણ્યા એ રસ્તાઓ યાદ છે તને
બસ હવે આટલું જ કે મારો એ પ્રેમ યાદ છે તને
હું યાદ છું તને??