Kannada Quote in Religious by Parmar Mayur

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Kannada daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🙏બે ત્યાગની મૂર્તિ એક દેવકી તો બીજી રાધા.

કોનાં વિરહનો ત્યાગ ચડે એ ના જાણે દેવકી કે ના જાણે રાધા.

હંમેશા મોટેભાગે વિરહની પીડા ની વાત આવે છે ત્યારે આપણે રાધાનો કૃષ્ણ પ્રત્યેનો જે વિરહ થયો છે, તેને મહાન ગણીએ છે.

ખરેખર શું રાધાનો વિરહ ખુબજ પીડાદાયક હતો? કે પછી કૃષ્ણ જન્મ આપનારી માતા દેવકી નો કારાવાસમાં અંત્યત દયનીય સ્થિતિમાં થોડી ક્ષણો ની પુત્રજન્મ ની ખુશી સાથે જ દીર્ધ કાલિન છુટાં પડવાની પીડા વધું હશે?

રાધાનો વિરહ તો ઉંમરના એક સમજુંના તબક્કે કૃષ્ણથી કૃષ્ણ સમજાવટથી ક્દાચ થયો હશે જેમાં શ્રી કૃષ્ણએ પોતાના કર્મ ચક્ર દ્વારા ધર્મને સાચવવા જવું પડશે તેવું કારણ રજૂ કર્યું હશે.રાધાએ તે સમયે ધર્મ વિજય માટે પોતાના પ્રણયનું બલિદાન આપ્યું હશે.

આ બાજુ જ્યારે આપણે દેવકી વિશે વિચાર કરીએ તો જેને પોતાના લાલના જન્મની સાથે જ જુદાઈ સહન કરવાની થઈ હશે ત્યારે તેમની પીડા તે સમયની કેવી હશે?તેની કલ્પના માત્ર મનને વ્યથિત કરી દે છે.જ્યારે પોતાના ઉદરમાં નવ માસ ઉછરેલા નવજાત ને ધીરજથી સ્તનપાન પણ કરાવી ના શક્તી માતાની વેદના ચોક્કસ અસહ્ય હશે.

હું માનું છું ત્યાં સુધી તે સમયનો દેવકીનો વિરહમાં સમાયેલો ત્યાગ અત્યાર સુધીનો શ્રેષ્ઠ ત્યાગ હશે. ત્યાગનું શ્રેષ્ઠ ઉદાહરણ દેવકી છે.

"ત્યાગ ક્યાં એમ જ થાય છે."

"આગ મન ભીતર ભરીને આંખોમાં અશ્રુ સ્થિર થાય છે ત્યારે ત્યાગ થાય છે."

હા એક વાત ચોક્કસ છે; કે દેવકીનો વિરહ અને રાધાના વિરહમાં એક સામ્યતા છે. બન્નેના વિરહ માં ત્યાગની ભાવના ભારોભાર ભરેલી છે.

ત્યાગ એટલે થોડું પામવા ઘણું છોડ્યું છે.
આમ જ મનને મારીને કોઈનું દલડું જીત્યું છે.


ત્યાગની સામાન્ય વ્યાખ્યા કરવી હોય તો ત્યાગ એટલે પોતાની ઇરછાઓ,ખુશીઓ, આકાંક્ષાઓ, ભાવનાઓનું જેને ત્યાગ કરીએ છીએ તે વ્યક્તિ અથવા તેના દ્વારા સંકળાયેલા લોકોની ખુશીઓ માટે કે પછી સર્વના ભલા માટે કરવામાં આવે તેને ત્યાગની વ્યાખ્યામાં ગણવામાં કોઇપણ પ્રકારની કચાશ ના કરવી જોઈએ.

પોતાના સાત સાત સંતાનો ની પોતાના જ ભાઈનાં હાથે હત્યાથી વ્યથિત દેવકી પોતાના આઠમા સંતાનને જીવિત રાખવા પોતાની મમતાનો ત્યાગ કરી શકે છે.પોતાના પુત્ર સાથે જેનું પણ ભાવિ જોડાયેલું હોય તેનાં કલ્યાણ અર્થે દેવકી દ્વારા કરવામાં આવેલ ત્યાગ મહાન જ નહીં ઉચ્ચ કક્ષાનો છે.

આ બાજુ રાધાનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ પરી પુર્ણ રીતે સમર્પિત હતો આવાં જ સમયે જ્યારે કૃષ્ણ એ પોતાની લીલાંમાં અધુરા રહી ગયેલા કર્મની પુર્ણતા માટે રાધાનો પ્રણયનો ત્યાગ કર્યો હશે ત્યારે રાધાને કર્મોનું બંધન શું છે? કર્મનાં ફળથી ખુદ ઈશ્વર પણ બાકાત રહી નથી શકતા સમજાવ્યું હશે?

હા, સમજાવ્યું હશે ત્યારે જ તો રાધા કૃષ્ણ વિરહ માટે માન્યા હશે નહીં તો કોઈ પ્રણયને પ્રેમથી આમ જાવ ના દે.

એકબાજુ દેવકી પણ જગતનો નાથ પોતાની કૂખે જન્મ લીધો છે તે જાણીને તેનાં વિરહ અને ત્યાગ નુ દુઃખ ભુલ્યા હશે.
જેને જન્મથી માંડી અંતર્ધ્યાન સુધી વિરહ, ત્યાગ વેઠ્યો એ કૃષ્ણની પીડા?🦚🦚

કર્મ ની ગતિ ઘણી જ ન્યારી છે.
સમય પ્રમાણે દરેક ની વારી છે.

Kannada Religious by Parmar Mayur : 111960293
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now