આંખમાં તરી આવે છે આંસુના આયના
દિલ જો તૂટી જાય તો ફરી જોડાય ના
સતત ચાલવું તો એનેય નથી ગમતું
એ પછી શું કરે જો ઠોકર ખાય ના
સુગંધને તો કોઈ સરનામા નથી હોતા
પણ એ જાય ક્યાં જો પવન વાય ના
પાંપણ બધો ભાર ઊંચકી લે છે એનો
અશ્રુઓના ક્યારેય વજન થાય ના
નમન કરી સૌ નીકળી જાય છે આગળ
એ ઈશ્વર છે એને પથ્થર કહેવાય ના
વીજળી પડી હશે એ પર કાળ તણી
જીવનનો માળો નહિતર વિખાય ના
કાલ નો ધોખો હજુ રહી ગયો છે
આજ મળવું હોય અને મળાય ના
- Rushil