સોનાની ખાણો 🏆
હાલ આફ્રિકી દેશ માલિનું ભૌગોલિક સ્થાન છે ત્યાં ૧૩થી ૧૭મી સદી દરમ્યાન માલિ સામ્રાજ્ય હતું.
વર્તમાન માલિ કરતાં તેના સીમાડા ચોતરફ દૂર સુધી ફેલાયેલા હતા. આફ્રિકાના લગભગ બધા દેશોની જેમ માલિ પણ ગરીબ અને પછાત દેશ હોવાનું ધારી લેવાય, પણ આશ્ચર્ય છે કે ૧૩૧૨ થી ૧૩૩૭ સુધી ત્યાં શાસન કરનાર મુન્સા મુસા નામનો રાજા જગતનો સૌથી ધનિક માણસ હતો. માલિની
ભૂમિ સોનાની ‘છોળો’ કાઢતી હતી. ૧૩૨૪માં મુન્સા મુસા હજ કરવા નીકળ્યો ત્યારે તેના રસાલામાં
૬૦,૦૦૦ સૈનિકો અને ૧૨,૦૦૦ ગુલામો હતા. ઉપરાંત ૮૦ ઊંટ હતા, જેમના પર સુવર્ણકણોનો અને સુવર્ણકંકરોનો બોજો લાદવામાં આવ્યો હતો. ઇજિપ્તના કૈરોની દિશામાં રસાલો જેમ આગળ વધ્યો તેમ મુસા તેને જોવા ભેગા થતા લોકો પર મુઠ્ઠાભર સોનું વરસાવતો ગયો. મુસાએ એટલું સોનું વેર્યું કે ભૂમધ્ય સમુદ્રના બધા તટવર્તી દેશોમાં સોનાના
ભાવ તૂટ્યા.
ઇ.સ. ૧૮૯૨માં ફ્રેન્ચોએ માલિ પર કબજો સ્થાપ્યો ત્યાં સુધીમાં માલિનું લગભગ બધું સોનું ભવ્ય બાંધકામો ક૨વા પાછળ વપરાઇ ચૂક્યું હતું. સોનાની ખાણો ૩૦૦ કરતાં વધારે હોવા છતાં તેમાંથી બહુ ઓછું સોનું પ્રાપ્ત થતું હતું. આજે બાર મહિને ફક્ત ૫૦ મેટ્રિક ટન મળે છે.
https://www.facebook.com/share/p/17agKQqzdP/