⚘️તારા મલવાનો રંગ એવો ચડ્યો કે
અમે પ્રેમ માં પડી ગયા...!
⚘️એહસાસ ની ખુશ્બુ એવી મહેકી કે
અમે બહેકતા રહી ગયા...!
⚘️નિખર્યો જો હલદી નો રંગ એવો કે
અમે સુનહરા થઈ ગયા...!
⚘️રચાઈ જો મેંહદી તારા નામની કે
અમે એનાં રંગ સાથે ભળી ગયા...!
⚘️લાગ્યો સિંદૂરનો રંગ એવો ગેહરો કે
અમે એના રંગમાં રંગાઈ ગયા...!
⚘️ચઢયો એવો હરેક રંગ તારી ચાહતનો કે
રોમેરોમથી તારા થઈ ને રહી ગયા...!
shital ⚘️